અમદાવાદ : પંજાબના મોહાલીમાં નેશનલ એડ્રી ફૂડ બાયોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યુટ(NABI)ના વૈજ્ઞાનિકોએ 8 વર્ષના રિસર્ચ બાદ ઘઉંની ત્રણ અલગ અલગ કલર કાલો, પર્પલ અને બ્લુ રંગની જાત વિકસાવી છે. તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI)એ માનવ વપરાશ માટે મંજૂરી આપ્યા બાદ ગુજરાતના અનેક ખેડૂતોએ 2020ના વર્ષમાં વાવેતર કરેલું છે.
તે વાવેતર નાના પાયે છે પણ સફળ છે. તે 15 દિવસ મોડા પાકતાં હોવાથી પાણી વધું જોઈએ છે. પંજાબ, હરિયાણા અને જાલંધરથી લઈને મધ્યપ્રદેશના વિદિશા સુધી 700 એકર વાવેતર 2020માં થયા છે. જેનો સારો પાક ઉતરેલો છે. ગુજરાતમાં ખેતી વાડી ખાતાનો કોઈ અંદાજ નથી. સામાન્ય ઘઉંનું ઉત્પાદન 20થી25 ક્વિન્ટલ એક એકર દીઠ થાય છે જ્યારે કાળા ઘઊં 17-18 ક્વિન્ટલ થાય છે. તેથી ભાવ વધારે રહેશે. ભાલિયા ઘઉં જેટલો ભાવ રહી શકે છે. રાજકોટ ગોંડલ તાલુકાના ઉમવાડા ગામના ખેડૂત અમિત હાંસલીયાએ જણાવ્યું કે મેં કુતિયાણાથી રૂ.300ના કિલોના ભાવે બિયારણ લાવીને મારા વપરાશ માટે કાળા ઘઉં અડધો વિઘો જમીન પર વાવેલા છે. સારી સ્થિતી છે. 25-30 મણ ઉતારો આપે એવી મારી ધારણા છે. 15 દિવસ મોડા પાકે છે અને એકથી બે પાણી વધારે જોઈએ છે. મેં પોતે આ ઘઊંની રોટલી બનાવીને વાવતાં પહેલાં ખાધી છે. સ્વાદ સારો છે. છોડ પર કોઈ રોગ આવેલો નથી. ઊગે ત્યારે કાળો છોડ હોય છે અને પાકે ત્યારે ડૂંડી સહિત દાણો કાળો હોય છે. ખરેખર કેટલું ઉત્પાદન મળશે તે પાક તૈયાર થઈ જાય પછી ખબર પડી શકે છે.
રંગ કાળો, રોટલી સફેદ બને છે
બીજું બિયારણ
2019માં ગયા વર્ષે હરિયાણાં અને પંજાબમાં કાળા ઘઉંની થોડી ખેતી કરવામાં આવી હતી. આ વર્ષે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં એની વાવણી કરવામાં આવી છે. એમપીના માલવા વિસ્તારમાં ખેડૂતોએ પહેલીવાર આની વાવણી કરી છે. આ ઘઉંના ડૂંડાનો રંગ પહેલા તો લીલો જ હોય છે પણ પછી કાળા ઘઉં દેખાવા લાગે છે. પ્રતિ એકર એનું ઉત્પાદન આશરે 15થી 18 ક્વીન્ટલ મળી શકે છે.
કાળો રંગ કેમ ?
ખનીજ તત્વો
કયા રોગમાં ફાયદો, સામાન્ય ઘઉં કરતાં વધુ પોષક
- મોટાપો થાય ઓછો થાય છે.
- આ ઘઉંની રોટલી ખાવાથી સ્થૂળતા ઘટી શકે છે.
- કાળી રોટલી ખાવાથી ભૂખ વધારે નથી.
- હૃદય રોગ અટકાવવા માટે ઉપયોગી, બ્લડ પ્રેશર થાય ઓછું રહે છે.
- કોલેસ્ટ્રોલ લેવલ નથી વધતું અને હૃદય સ્વસ્થ રહે છે. સારા કોલેસ્ટ્રોલ નું સ્તર વધવા લાગે છે.
- વાસ્તવ માં રોટલી ની અંદર અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે અને આ ફેટી એસિડ હૃદય માટે ફાયદાકારક હોય છે.
- ડાયાબિટીસ અને કેન્સર સામે લડવાની ક્ષમતા વધશે.
- એસિડિટીથી મુક્તિ મળી શકે છે.
- ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓને લાભદાયક છે.
- બાળકોમાં પણ કુપોષણની સમસ્યા દૂર થશે.
- ઘણી બીમારીથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થયા છે.
- કબજિયાત થાય દૂર કરવાની ક્ષમતા છે.
- પાચનતંત્ર માટે કાળા ઘઉંની રોટલી રોગ દૂર કરવા અને પાચન સાથે જોડાયેલા ઘણા રોગ દૂર થઈ શકે છે.
- પેટ સાફ રહે છે.


0 Comments